દિવાળીના વેકેશન અને અન્ય તહેવારોને ધ્યાનમાં લઇને અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી એક્ઝીબીશન હોલમાં પ્રસિધ્ધ ટ્રાવેલ અને ટુરિઝમ ફેર શરુ થયો છે. આ ટ્રાવેલ ટ્રેડ શો ભારતનો સૌથી જૂનો અને અનોખો ટ્રાવેલ કાર્નિવલ છે, જે વર્ષ 2017ની તુલનામાં 25 ટકા મોટો છે અને રાજ્યના પ્રવાસન ચાહકોને અગાઉ કરતાં વધુ તકો પૂરી પાડશે.
ટીટીએફ અમદાવાદ એક્ઝીબીટર્સમાં ખૂબ જ લોકપ્રિય રહ્યો છે અને તેમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ રહી છે. 660 એક્ઝીબીટર્સ તેમના ઉત્તમ ટુરિઝમ વિકલ્પો આ ત્રણ દિવસના પ્રદર્શનમાં રજૂ કરશે. 19 સ્ટેટ ટુરિઝમ બોર્ડ અને 6 દેશોએ આ ઈવેન્ટમાં ભાગ લીધો છે.
ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે. 2016માં 38.3 મિલિયન પ્રવાસીઓથી વધીને 2017માં પ્રવાસીઓની સંખ્યા 44.8 મિલિયન થઈ છે. વધુમાં ગુજરાતની જીડીપીમાં ટુરિઝમનું પ્રદાન 2015માં 5 ટકા હતું તે વર્ષ 2020 સુધીમાં વધીને 8.2 ટકા અને વર્ષ 2022 સુધીમાં 10.2 ટકા થવાની સંભાવના છે.
આ પ્રદર્શનમાં ભારતમાં પ્રવાસનની અદ્દભૂત ક્ષમતા દર્શાવવા સાથે બાયર્સ અને એક્ઝીબીટર્સ વચ્ચે બિઝનેસ, સહયોગ અને નેટવર્કિંગની તક રહેશે. આ વર્ષે જે વિદેશના સ્થળો રજૂ કરાયા છે તેમાં બહેરીન, ચીન, ભારત, કોરિયા, નેપાળ, શ્રીલંકા અને દેશના સ્થળોમાં પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડીશા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તામિલનાડુ, કેરાલા, બિહાર, આંદામાન-નિકોબાર, ગોવા, મેઘાલય, મિઝોરમ, સિક્કીમ અને ગુજરાત જેવા રાજ્યો પ્રવાસીઓને આકર્ષશે.
ટીટીએફ અમદાવાદમાં જે અન્ય દેશો સામેલ થનાર છે તેમાં આઝારબૈજાન, ભૂતાન, જર્મની, ઈન્ડોનેશિયા, જાપાન, કઝાખીસ્તાન, મલેશિયા, માલદિવ્ઝ, મોરેશ્યસ, રશિયા, સિંગાપુર, થાઈલેન્ડ, યુએઈ, યુક્રેન, ઉઝબેકિસ્તાન અને વિયેતનામનો સમાવેશ થાય છે.
ફેરફેસ્ટ મિડિયા લિમિટેડના ચેરમેન શ્રી સંજીવ અગરવાલે જણાવ્યું હતું કે
“ટ્રાવેલ ઉદ્યોગની કંપનીઓને એક જ છત્ર નીચે એકત્ર કરવાના ઉદ્દેશથી શરૂ
કરાયેલ ટીટીએફ છેલ્લા 30 વર્ષથી યોજાઈ રહ્યો છે. ભારતના સૌથી મોટા
પ્રદર્શનોમાં તે સમાવેશ પામે છે અને પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવાની સાથે
સાથે ટ્રાવેલ ટ્રેડ માટે બીટુબી બિઝનેસના દ્વાર ખૂલ્લા મૂકે છે. ગયા
વર્ષે આ સમારંભ અમદાવાદની જાહેર જનતા માટે ખૂલ્લો મૂકાયો ત્યારે તેમણે
વિવિધ દેશો અને ભારતના વિવિધ પ્રદેશોના ઉત્તમ ડીલ મેળવ્યા હતા. આ વર્ષે આ
સમારંભમાં ભાગ લેનારા રાજ્યો પોતાના પ્રદેશના અનોખા સ્થળોને રજૂ કરી
રહ્યા છે.”
OTOAI ના પ્રેસિડેન્ટ અને પાથફાઈન્ડર્સના એમડી શ્રી મહેન્દ્ર વખારિયાએ
જણાવ્યું હતું કે “ગુજરાતીઓને પ્રવાસ કરવાનું અને નવા સ્થળોએ ઘૂમવાનું
ગમે છે. ટીટીએફ એ એક એવો ફેર છે કે જેમાં માત્ર ટ્રાવેલ ઓર્ગેનાઈઝર્સ જ
નહીં, પણ પ્રવાસીઓ પણ તેની આતુરતાપૂર્વક દર વર્ષે રાહ જોઈ રહ્યા હોય છે.
અમને એ જણાવતાં ગૌરવ થાય છે કે 9 શહેરોની ટીટીએફ સિરીઝમાં ટીટીએફ
અમદાવાદને મહત્તમ પ્રતિસાદ મળે છે. આ સમારંભ ટ્રાવેલ ઓર્ગેનાઈઝેશનને
નેટવર્ક સાથે કનેક્ટ થવા તથા નવા અને જૂના પાર્ટનર્સ સાથે નેટવર્કની તક
પૂરી પાડે છે.”
ટીટીએફની મુલાકાતથી રોમાંચિત કોરિયા ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન, નવી દિલ્હીના
જોંગ સૂલ (મિસેલ), ક્વોન જણાવે છે કે “અહિંયા ટીટીએફ, અમદાવાદમાં આવીને
મને અત્યંત આનંદ થયો છે. હું અમદાવાદના લોકોને કોરિયાની મુલાકાત લેવા
માટે અને ત્યાંના કુદરતી સૌંદર્ય, ફેસ્ટીવલ અને ભૂગર્ભમાં આવેલા શોપીંગ
મૉલની મુલાકાત લેવા માટે આમંત્રણ આપું છું.”
ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં થયેલા વધારાનો ઉલ્લેખ કરતાં શ્રી લંકા
ટુરિઝમ પ્રમોશન બ્યૂરોના વિરંગા બંદારા એ જણાવ્યું હતું કે “અમારે ત્યાં
મોટા પ્રમાણમાં ભારતીય પ્રવાસીઓ આવી રહ્યા છે અને દર વર્ષે તેમની
સંખ્યામાં વધારો થાય છે. વર્ષ 2018માં અમે 4.5 લાખ પ્રવાસીઓના આગમનની
અપેક્ષા રાખીએ છીએ. ટીટીએફ અમને પ્રવાસીઓ સાથે જોડવા ઉપરાંત ટ્રાવેલ
ટ્રેડ સાથે સંબંધોની પણ મોટી તક પૂરી પાડે છે. શ્રી લંકામાંથી 18
પાર્ટીસિપેન્ટે ભાગ લઈને અમદાવાદમાં પોતાના ડીલ રજૂ કર્યા છે. હું
અમદાવાદના પ્રવાસીઓને શ્રી લંકા આવવા અને સાગરકાંઠો, વન્ય જીવન અને
રામાયણ સમયના આકર્ષણોની મુલાકાત લેવા અને અમારી આગતા-સ્વાગતાનો અનુભવ
કરવા માટે આમંત્રણ આપું છું.”
દેશમાં પ્રવાસનની વિપુલ તકો માટે સૌથી મોટુ પ્લેટફોર્મ પૂરવાર થવા ઉપરાંત
ટીટીએફ અમદાવાદ બિઝનેસ સહયોગ અને નેટવર્કિંગને વેગ આપીને બાયર્સ અને
એક્ઝીબીટર્સ વચ્ચે ભાગીદારીના દ્વાર ખોલે છે. આ ફેરની સફળતામાં યજમાન
રાજ્ય ગુજરાતના પ્રવાસન વિભાગની સાથે સાથે અન્ય રાજ્યોનો સહયોગ પણ
પ્રાપ્ત થયો છે. ભારત સરકારના ટુરિઝમ મંત્રાલય, વિવિધ દેશોની પ્રવાસન
કચેરીઓ, ટ્રાવેલ એસોસિએશન્સ, તથા હજારો ખાનગી એક્ઝીબીટર્સ આ પ્રદર્શનમાં
સામેલ થઈ રહ્યા છે.
ટીટીએફનું નોલેજ પાર્ટનર કોક્સ એન્ડ કીંગ્ઝ દ્વારા આજે વિવિધ સ્થળો રજૂ
કરવા માટે વર્કશોપનું આયોજન કરાયું હતું, જેમાં ફીનલેન્ડ, બાલ્ટીક સ્ટેટ
અને ઈન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. તેમણે ટ્રાવેલ એજન્ટસ અને પ્રવાસીઓ
સમક્ષ વિવિધ ટુરિસ્ટ આકર્ષણો અને પેકેજીસ રજૂ કર્યા હતા. વર્કશોપમાં
ગરૂડા ઈન્ડોનેશિયા દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું, જેમાં એરલાઈન
દ્વારા કનેક્ટીવિટી અને ભાડાઓ અંગે વિગતો આપવામાં આવી હતી. કતાર એરવેઝ
દ્વારા પણ આ સમારંભમાં રસપ્રદ પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું.
આ શોના પ્રથમ બે દિવસ ટ્રાવેલ ટ્રેડ માટે અનામત રખાયા છે, જ્યારે ત્રીજા
દિવસે જનરલ વિઝીટર્સ મુલાકાત લઈ શકશે.ટીટીએફ અમદાવાદ પછી તુરત જ તા.14 થી 16 સપ્ટેમ્બર દરમ્યાન ટીટીએફનું સુરતમાં પંડિત દિનદયાળ ઈનડોર સ્ટેડિયમ ખાતે આયોજન કરાશે. ત્યાર પછી તા.28
થી 30 સપ્ટેમ્બર, પૂનામાં ટીટીએફ યોજાશે. તા.5 થી 7 ઓક્ટોબર દરમ્યાન
મુંબઈ ટીટીએફ યોજાશે. 2019માં ફેબ્રુઆરી 8 થી 10 સુધી ચેન્નાઈમાં ટીટીએફ
યોજાશે અને ફેબ્રુઆરી 15 થી 17 સુધી બેંગ્લોરમાં ટીટીએફ યોજાશે.