એકલા ફરવાની સાથે જ નેચરલ બ્યૂટીને નજીકથી જોવી છે તો ઝીરો વેલી જાઓ

0
547
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

અરૂણાચલ પ્રદેશના સુબનસિરી જિલ્લાની ઝીરો વેલી છે સોલો ટ્રાવેલર્સ માટે પરફેક્ટ ડેસ્ટિનેશન. ચારે તરફ પાઇન અને ઓર્કિડના જંગલોથી ઘેરાયેલી ઝીરો વેલી ઘણી જ શાંત, સુંદર અને નેચરની નજીક છે. અરૂણાચલ પ્રદેશની આ જગ્યાને વર્ષ 2012માં વર્લ્ડ હેરિટેજ સાઇટ્સના લિસ્ટમાં સામેલ કરવામાં આવી હતી. ઝીરો વેલી સુધી પહોંચવા માટે ડોલો મંડોના એક નાના અને સુંદર ટ્રેકથી પસાર થવું પડે છે. આ ઉપરાંત, સપ્ટેમ્બરના અંતમાં 3 દિવસ સુધી ચાલતો ઝીરો મ્યૂઝિક ફેસ્ટિવલનો ક્રેઝ પણ લોકોમાં ઓછો નથી. જેમાં તમને શાનદાર મ્યૂઝિક સાંભળવા મળે છે. ઝીરો વેલીમાં ફરવા માટે તમારે સરકારની ખાસ પરમિશન લેવી પડે છે.

ઝીરો વેલીની સુંદરતા

પહાડોથી પસાર થતી ખીણ સુધી પહોંચવાની સફર ઘણી જ સુંદર હોય છે. ખીણમાં ફરવા અને જોવાની અનેક જગ્યાઓ છે. અહીં આસપાસના વિસ્તારોમાં અપતાની જનજાતીના લોકો રહે છે. આ તિબ્બત કલ્ચરને ફોલો કરે છે. અને વર્ષમાં 3 ખાસ ઉત્સવ મ્યોકો, મુરંગ અને ડ્રી મનાવે છે.

ઝીરો પુતુ

ચારે તરફ હરિયાળીથી ઘેરાયેલી આ જગ્યાએ જઇને તમને અલગ જ પ્રકારની શાંતિ મળશે. આ જગ્યાને આર્મી પુતુના નામથી પણ ઓળખવામાં આવે છે. કારણ કે 1960માં અહીં આર્મી કેન્ટોન્મેન્ટ બનાવાયું હતું.

પાકો ઘાટી

લીલીછમ ઝીરો ઘાટીની સાથે હિમાલયના બરફથી ઢંકાયેલા શિખરો જોવા છે તો પાકો ઘાટી આવો. સંકરી ઘાટીવાળી આ જગ્યાની સુંદરતાને અહીં આવીને અનુભવી શકાય છે.

તારીન ફિશ ફાર્મ

ઝીરો ઘાટી ઘણી જ ઉંચાઇ પર સ્થિત છે તો પણ અહીં મત્યસ્યપાલનનું કામ કરવામાં આવે છે. આમ પણ ઝીરો વેલીમાં ફુલોની ખેતી અને ઓર્કિડ્સની કેટલીક દુર્ભલ જાતિની ખેતી થાય છે.

તાલે ઘાટી

ઝીરો ઘાટીથી 32 કિમી ઉત્તર પૂર્વ તરફથી તાલે ઘાટી ખાસકરીને વાઇલ્ડ લાઇફ માટે જાણીતું છે. જ્યાં પશુ-પક્ષિઓની સાથે જ વૃક્ષો-પાંદડાઓની અનેક વેરાયટી જોવા મળે છે. ટ્રેકિંગના શોખીનો માટે પણ આ જગ્યા ઘણી જ સારી છે.
આ ઉપરાંત, અહીં બોમડિલા,સેપ્પા, આલોંગ-મેચુકા, દાપોરિજો-તાકસિંગ, પાસીઘાટ-તૂતિંગ, પાસીઘાટ-મારીઆંગ અને રામલિંગમ અને ચાકૂ થઇને બોમડિલા-દાયમારા ટ્રેક પણ ઘણાં જ પોપ્યુલર છે.

એડવેન્ચર પસંદ લોકો માટે અહીં રિવર રાફ્ટિંગની સુવિધા પણ પ્રાપ્ય છે. સિયાંગ નદીમાં તમે રાફ્ટિંગની મજા લઇ શકો છો જેનો રસ્તો કામેંગ, સુંબાસિરી અને દિબાંગ નદીઓમાંથી થઇને પસાર થાય છે.

ક્યારે જાઓ

ઝીરો વેલી ફરવા માટે ફેબ્રુઆરીથી ઓક્ટોબરનો મહિનો બેસ્ટ હોય છે. સપ્ટેમ્બરમાં અહીં એક મ્યૂઝિક ફેસ્ટિવલ હોય છે. જેમાં સામેલ થવા માટે દેશ-વિદેશની લોકો આવે છે.

કેવી રીતે પહોંચાય

હવાઇ માર્ગ

જોરહાટ અહીંનું સૌથી નજીકનું એરપોર્ટ છે જે આસામથી 98 કિમી દૂર છે. એક બીજું એરપોર્ટ લીલાબારી છે જે ઝીરોથી 123 કિમીના અંતરે છે અને ઝીરોથી લગભગ 449 કિમીના અંતરે છે ગુવાહાટી ઇન્ટરનેશનલ એરપોર્ટ.

રેલવે માર્ગ

નાહરલાગુન (100 કિમી) અને નોર્થ લખીમપુર (117કિમી) અહીં સુધી પહોંચવાના બે રેલવે સ્ટેશન છે. ગુવાહાટીથી અહીં સુધી દરરોજ ટ્રેનો ચાલે છે અને સપ્તાહમાં એક દિવસ નવી દિલ્હીથી નાહરલાગુન માટે.

સડક માર્ગ

ગુવાહાટીથી ઝીરો સુધી રાતમાં બસો ચાલે છે. અરૂણાચલ પ્રદેશ રાજ્ય રોડ પરિવહન નિગમની બસો સપ્તાહમાં ચાર દિવસ ચાલે છે. આમ તો તમે નોર્થ લખીમપુર કે ઇટાનગર પહોંચીને અહીંથી ટેક્સી કરી ઝીરો વેલી સુધી પહોંચી શકે છે.