કોઇ શંકાને સ્થાન નથી કે ભારતમાં ગોવા જ એક એવો પ્રદેશ છે, જ્યાં ફરવા માટે એકથી એક ચઢિયાતી સુંદર જગ્યાઓ છે. ગરમીઓની રજાઓમાં પણ મોટાભાગના લોકો ગોવા ફરવા જવાનો પ્લાન બનાવે છે. ગોવાની નાઇટલાઇફથી લઇને બીચ હાઇપોઇન્ટ ટૂરિસ્ટના આકર્ષણનું કેન્દ્ર છે. આજે અમે ગોવાના કેટલાક સુંદર બીચો અંગે બતાવવા જઇ રહ્યા છીએ જે તમારી ટ્રિપને યાદગાર બનાવી દેશે. ગોવાના બીચો પર તમને ગરમીનો અહેસાસ પણ નહીં થાય.
1. Palolem Beach
ગરમીઓની રજામાં મજા લેવા માટે આ બીચ સૌથી બેસ્ટ ઓપ્શન છે. અહીં તમે નાઇટલાઇફની સાથે ટેસ્ટી-ટેસ્ટી ખાવાની સંપૂર્ણ મજા લઇ શકો છો. આ ઉપરાંત, તમે યાર્ટમાં બેસીને સમુદ્રની મજા પણ લઇ શકો છો કે પાર્ટી કરી શકો છો.
2. Colva Beach
આ બીચ ગોવાના સુંદર અને લાંબા બીચોમાંનો એક છે. અહીંનો માહોલ ઘણો જ શાંતિપૂર્ણ છે જેથી તમે તમારી રજાઓ અહીં શાંતિથી વિતાવી શકો છો.
3. Anjuna Beach
ઉત્તર ગોવામાં સ્થિત આ બીચ પર તમે હરિયાળા વૃક્ષો અને ટેસ્ટી ખાવાનું, લાઇફસ્ટાઇલ અને ડાંસની મજા પણ લઇ શકો છો. આ ઉપરાંત, તમે સુંદર સનસેટનું દ્શ્ય જોવાનો અલગથી લ્હાવો લઇ શકો છો.
4. Baga Beach
બાગા બીચ પાર્ટી, નાઇટલાઇફ અને સી-ફૂડ માટે જાણીતું છે. તેની પાસે સારી રેસ્ટોરન્ટ અને હોટલો છે. આ બીચ તેની ભૂરી રેત અને પામ વૃક્ષોથી ટૂરિસ્ટ્સને આકર્ષિક કરે છે.
5. Morjim beach
આ બીચને ગોવાનું લિટલ રશિયા પણ કહેવામાં આવે છે. અહીં તમે અલગ-અલગ પ્રકારના સમુદ્રા જીવ જોઇ શકો છો. પોતાની રજાઓ શાંતિથી વિતાવવા માંગતા હોવ તો તમે આ બીચના કિનારે રૂમ લઇને રહી શકો છો.
6. Calangute Beach
વોટર સ્પોર્ટ્સ અને ડોલ્ફિન માટે જાણીતા આ બીચ પર તમે એડવેન્ચરની મજા લઇ શકો છો. ગોવાના કલંગૂટ બીચને સમુદ્ર કિનારાની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે.
7. Cavelossim Beach
કેવેલોસિમ બીચ નરમ સફેદ રેતી માટે જાણીતો છે. અહીંનો નજારો જોવામાં ઘણો સુંદર અને મનમોહક લાગે છે. જો તમે ગોવા ફરવા જઇ રહ્યા છો તો આ સુંદર કેવેલોસિમ બીચને જોવાનું ન ભૂલતા