રજાઓમાં બનાવો આંધ્ર પ્રદેશના પાપીકોન્ડાલૂનો પ્લાન

0
404
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

આંધ્ર પ્રદેશના રાજમુંદરીમાં સ્થિત પાપીકોંડાલૂ દક્ષિણ ભારતની એક સુંદર પર્વતીય શ્રુંખલા છે જે પશ્ચિમી ગોદાવરીની સાથે પોતાની સફર ખેડે છે. અહીંના નયનરમ્ય દ્શ્યો તમારા મનને અનેરી ઠંડક પૂરી પાડવાનું કામ કરે છે. તમે જેમ-જેમ આ પર્વતોની તરફ આગળ વધશો, વિશાળ ગોદાવરી નદી સંકોચાતી નજરે પડશે. ગોદાવરી નદીનો આકાર કોઇ મહિલાની સેંથીના સિંદૂર જેવો લાગે છે. હકીકતમાં, પાપીકોંડાલૂ એ બે શબ્દો પાપીદી અને કોંડાલૂથી મળીને બન્યો છે, પાપીદી એક તેલુગૂ શબ્દ છે જેનો અર્થ થાય છે મહિલાના વાળોનો મધ્યનો ભાગ એટલે કે માંગ.
આ જગ્યાનું નામ સ્થાનિક તેલુગૂ નામ પર પડ્યું છે. અહીંની સુંદરતાની કાશ્મીર સાથે તુલના થાય છે. આવો જાણીએ આ સુંદર પર્યટક સ્થળ વિશે.

પરંતલા પલ્લી (PerantalaPalli)

પાપીકોંડાલૂની ગોદમાં વસેલુ પરંતલા પલ્લી એક સુંદર માછિમારોનું ગામ છે, જે પોતાના પ્રાચીન શિવ મંદિર માટે જાણીતું છે. પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે આ ગામ કુનવારમથી રાજમુંદરીના માર્ગ પર આવેલું છે, જે વેલેરૂપડુ મંડળ હેઠળ આવતા ખમ્મમ જિલ્લામાં આવે છે. અહીં પ્રાચીન શિવમંદિર છે. જેનું નિર્માણ બાલનંદ સ્વામીએ કરાવ્યું હતું.
સ્થાનિકોના મતે મંદિરની સ્થાપનાના શરૂઆતી સમયમાં અહીં કોઇ પુજારી નહોતો, બધા ધાર્મિક અનુષ્ઠાન ભક્તો દ્ધારા જ કરવામાં આવતા. શિવમંદિર ઉપરાંત, અહીં શ્રી કૃષ્ણ (મુનિવાટમ) નું પણ એક મંદિર છે જેનું નિર્માણ 1927માં કરવામાં આવ્યું હતું.

પાપિકોન્ડા વન્યજીવ અભ્યારણ્ય

પાપીકોન્ડાલૂના પર્વતો પોતાના વન્યજીવન માટે ઘણાં જાણીતા છે. અહીં કાકીનાડાની પાસે પાપિકોન્ડા વન્યજીવ અભ્યારણ્ય મુખ્ય આકર્ષણ છે. લગભગ 591 ચોરસ કિલોમીટર સેકટરમાં ફેલાયેલું આ અભ્યારણ્ય પશ્ચિમ ગોદાવરી, પૂર્વી ગોદાવરી અને ખમ્મ જિલ્લાની સુંદરતાને સમેટે છે. પૂર્વીઘાટનું આ જંગલ ક્ષેત્ર અનેક જંગલી જાનવરોની સાથે દુર્લભ પક્ષી પ્રજાતિઓ માટે પણ ઓળખાય છે.

જંગલી જીવોમાં અહીં વાઘ, દિપડા, ચાર શિંગડાવાળું એન્ટિલોપ્સ, શિયાળ, રીંછ, હરણને સરળતાથી જોઇ શકાય છે. આ ઉપરાંત અહીં પક્ષીઓની પણ અનેક જાતો છે. ગોદાવરી નદીમાં મગરોને પણ જોઇ શકાય છે.

પટ્ટિસમ નદી દ્ધિપ

વાઇલ્ડલાઇફ સેન્ક્ચુરી ઉપરાંત, અહીંના પટ્ટિસમ તીર્થસ્થાનના ભ્રમણનો પ્લાન બનાવી શકો છો. પટ્ટિસમ ગોદાવરી નદી પર વસેલો એક સુંદર દ્વીપ છે જે ભગવાન વીરભદ્રને સમર્પિત મંદિર માટે જાણીતો છે. વીરભદ્ર ભગવાન શિવના એક બહાદુર ગણ હતા જેમણે સતીના આત્મસન્માનને ઠેસ પહોંચતા દક્ષ પ્રજાપતિના માથાને ધડથી અલગ કરી દીધું હતું.

કિન્નેરસની વન્યજીવ અભ્યારણ્ય

પાપિકોન્ડા ઉપરાંત, અહીં વધુ એક સંરક્ષિત વન્યજીવ અભ્યારણ્ય છે. ગોદાવરી નદીના તટ પર કેવળ 12 કિમી દૂર વસેલું કિન્નેરસની વન્યજીવ અભ્યારણ્ય તેની પ્રાણીઓની વિવિધતા માટે જાણીતું છે. આકર્ષક દંડકારણ્ય જંગલોનો હિસ્સો એવો આ વિસ્તાર અસંખ્ય વન્યજીવો માટે જાણીતો છે.

ભદ્રચલ મંદિર

ઉપરોક્ત સ્થળો ઉપરાંત, તમે અહીં ભવ્ય ભદ્રચલ મંદિરના દર્શન પણ કરી શકો છો. ગોદાવરી નદીના કિનારે વસેલું ભદ્રચલમ મંદિર ભગવાન શ્રી સીતા રામચંદ્ર સ્વામીને સમર્પિત છે. આ ભવ્યા મંદિર ભદ્રગિરી નામના પર્વત પર બનાવાયું હતું ત્યાર બાદ આ નગરનું નામ ભદ્રચલમ પડી ગયું. આ મંદિર તેના રમણીય પર્વતીય દ્શ્યો માટે જાણીતું છે.