ભારત દુનિયાના સૌથી સસ્તા દેશોમાંનો એક છે. ભારતમાં 44 ટકા લોકો એક દિવસમાં 67 રૂપિયા ખર્ચ કરે છે. ભારતમાં 1 મહિના માટે 104 ડોલરમાં મળી જશે. જો વાત ખાવાની કરીએ તો અહીં 2 ડોલરમાં તમે સરળતાથી તમારૂ પેટ ભરી શકો છો.
પાકિસ્તાન
સૌથી સસ્તા દેશોની યાદીમાં પાકિસ્તાન બીજા નંબરે છે. 2015માં પાકિસ્તાન સૌથી એફોર્ડેબલ દેશ હતો. તમે અહીં 100 ડોલરમાં 1 મહિના માટે સરળતાથી રૂમ લઇ શકો છો. જમવા માટે તમારે એક ડોલરનો જ ખર્ચ કરવો પડશે.
માલડોવા
યૂરોપનું મૉલડોવા દેશ દુનિયામાં સૌથી સસ્તા દેશોની યાદીમાં ત્રીજા નંબરે છે. અહીં તમારે 1 મહિનો ગાળવો હોય તો માત્ર 167 ડોલરની જ જરૂર છે. અહીં તમને જમવાનું પણ કેટલાક ડોલર ખર્ચીને સરળતાથી મળી જશે.
યૂક્રેન
યૂક્રેન દુનિયામાં ચોથો સૌથી સસ્તો દેશ છે. ન્યૂયોર્ક શહેરના મુકાબલે અહીં 87 ટકા ઓછા ભાડા છે. અહીં મેટ્રોની યાત્રા કરવા માટે તમારી પાસે દસ સેન્ટ હોવા જોઇએ. અહીં એક બર્ગર આપને 1.55 ડોલરમાં મળી જશે.
કઝાકિસ્તાન
કઝાકિસ્તાન દુનિયામાં પાંચમો સૌથી સસ્તો દેશ છે. અહીં ખાવાનું અને રહેવાનું અન્ય દેશોના મુકાબલે ઘણું સસ્તું છે. અહીં તમારે એક બસ યાત્રા કરવા માટે માત્ર 27 સેન્ટની જરૂરીયાત હોય છે.
નેપાળ
નેપાળ દુનિયાનો છઠ્ઠો સૌથી સસ્તો દેશ છે. નેપાળનું પાટનગર કાઠમંડૂમાં તમે કેટલાક ડોલર ચૂકવીને આખો મહિનો પસાર કરી શકો છો. તમે અહીં 76 ડૉલરમાં રૂમ અને 1.66 ડૉલરમાં પેટ ભરીને ખાવાનું ખાઇ શકો છો.
ટ્યૂનીશિયા
ટ્યૂનીશિયા દુનિયાનો સાતમો સૌથી સસ્તો દેશ છે. આ આફ્રિકાના સૌથી સસ્તા દેશમાંનો એક છે. અહીં તમને 2.16 ડૉલરમાં ભરપેટ ભોજન મળી જશે. એક મહિનો રહેવા માટે તમારે 148 ડોલર ખર્ચ કરવા પડશે.
અઝરબૈજાન
અઝરબૈજાન દુનિયામાં 8મો સૌથી સસ્તો દેશ છે. અહીં તમે 136 ડૉલરમાં 1 મહિના માટે સરળતાથી રૂમ લઇ શકાય છે. અહીંની સિંગલ મેટ્રો ટિકિટ 11 સેન્ટની હોય છે. તમારો માસિક ટ્રાવેલ પાસ 6.72 ડૉલરમાં બની જશે.
અલ્જીરિયા
અલ્જીરિયા દુનિયાનો 9મા ક્રમનો સૌથી સસ્તો દેશ છે. અહીં તમને 148 ડૉલરમાં સરળતાથી ભાડેથી રૂમ મળી જશે. તમને ખાવા માટે કેટલાક ડૉલર ખર્ચ કરવા પડશે. અહીં મુસાફરીનો ખર્ચ પણ ઘણો ઓછો છે.
જ્યૉર્જિયા
જ્યૉર્જિયા દુનિયાનો દસમા ક્રમનો સૌથી સસ્તો દેશ છે. અહીંની રહેણીકરણી ઘણી જ સામાન્ય છે. અહીં તમને 1 રૂમ 1 મહિના માટે રેન્ટ 151 ડૉલરમાં મળી જશે. અહીંનું ખાવાનું સસ્તું છે. જ્યૉર્જિયામાં ફરવાનું પણ ઘણું સસ્તુ છે.