પાતાળલોક જવાનું આ છે એકમાત્ર પ્રવેશદ્ધાર, જાણો તેની સાથે જોડાયેલા રોચક તથ્ય

0
436
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

દુનિયા રહસ્યોથી ભરેલી છે. તેમાં એક રહસ્યમય સ્થાન પાતાલકોટ છે. સામાન્ય રીતે તમે એ સાંભળ્યુ હશે કે ધરતીની નીચે પાતાળલોક છે. જ્યાં રાજા બલિ રહે છે, જેને રાક્ષસોના રાજા કહેવાય છે. જ્યારે એ લોકમાં નાગોનો પણ વસવાટ છે. આ લોકનુ વર્ણન સનાતન ધર્મ ગ્રંથોમાં વિસ્તારથી જણાવાયું છે. જ્યારે પાતાલકોટ મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના તામિયામાં સ્થિત છે. આ ક્ષેત્ર ઉંચા-ઉંચા પર્વતો અને લીલા ગાઢ જંગલોથી ઘેરાયેલું છે. આ ક્ષેત્રમાં કુલ 12 ગામ છે. જેમાં 2000થી વધુ જનજાતિઓ વસેલી છે અને ગામોની વચ્ચેનું અંતર 3 થી 4 કિમી દૂર પર સ્થિત છે. આ આખુ ક્ષેત્ર 20,000 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. આ આંકડા જુના છે. જેથી તેમાં અંતર પણ હોઇ શકે છે.

શું છે ધાર્મિક ગાથા

પાતાલકોટમાં બહરિયા અને ગોંડ જનજાતિના લોકો રહે છે. પ્રાચીન સમયમાં દુર્ગમતાના કારણે આ જગ્યાનો સંપર્ક કપાઇ ગયો હતો. જો કે, આધુનિક સમયમાં આ જગ્યાનો ચોતરફી વિકાસ થયો છે. હાલ તામિયા ક્ષેત્રમાં સ્કૂલ સહિત બધી સરકારી મુળભૂત સુવિધાઓ ઉપબલ્ધ છે. બહરિયા સમુદાયના લોકોનું માનવું છે કે માં સીતા આ સ્થળેથી જ ધરતીમાં સમાયા હતા. તો રામાયણમાં હનુમાનજી આ રસ્તેથી જ પાતાળલોકમાં ગયા હતા. જ્યારે તેમણે પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણને અહિરાવણની ચુંગાલમાંથી મુકત કરાવ્યું હતું.

પાતાલકોટનું રહસ્ય

પાતાલકોટ રહસ્યોથી ભરેલું છે. અહીં બપોર બાદ સૂર્યનો પ્રકાશ સપાટીએ નથી પહોંચી શકતો. આ જગ્યાને પાતાલકોટમાં અંધારુ છવાઇ જાય છે અને બીજી સવારે સૂર્યોદય પછી જ ઉગે છે. જ્યારે પાતાલકોટમાં એક નદી વહે છે જેનું નામ દૂધ નથી. આ ખીણની સૌથી વધુ ઊંચાઇ 1500 ફૂટ છે. સ્થાનિક લોકોનું એ પણ કહેવું છે કે પાતાળલોકનું આ એકમાત્ર પ્રવેશ દ્ધાર છે.