આ દેશોમાં રહેવા માટે સરકાર તરફથી મળે છે રૂપિયા

0
301
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

હંમેશા બીજા દેશોની રહેણી-કરણી, ખાણી-પીણી અને નિયમ કાયદા અંગે જાણીને તમે રોમાંચિત થઇ જાઓ છો. આજે અમે આપને એવા શહેર અંગે બતાવવા જઇ રહ્યા છીએ જ્યાં રહેવા માટે તે જ દેશની સરકાર રૂપિયા આપે છે. વિદેશમાં બિઝનેસ અને રહેવા માટે પૈસા એટલા માટે આપવામાં આવે છે કારણ કે તે દેશ નથી ઇચ્છતો કે તે દેશના લોકો બીજે કામ કરવા જાય. દુનિયાભરમાં ઘણાં શહેરો એવા છે જ્યાં રહેવા માટે પૈસા આપવામાં આવે છે. આવો જાણીએ આવા દેશો અંગે

1. કેનેડા, સસ્કેચેવાન

કેનેડાના આ શહેરમાં રહેનારા લોકોમાંથી જે ગ્રેજ્યુએટ હોય છે તેને સરકાર 20 હજાર ડોલર આપે છે. સરકાર આ રૂપિયા લોકોને પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે આપે છે.

2. અમેરિકા, ડેટ્રોઇટ મિશિગન

આ નાનકડા શહેરમાં કામ ન આવવાના કારણે અહીંની વસતીમાં ઝડપથી ઘટાડો આવી રહ્યો હતો. આ જ કારણે સરકારે એક નવું અભિયાન શરૂ કર્યું છે જેના પગલે જે પણ ત્યાં રહેશે તેને પોતાનું કામ શરૂ કરવા માટે કેટલીક રકમ આપવામાં આવશે.

3. કેનેડા, નાયગ્રા ફોલ

નાયગ્રા ફોલ કેનેડા અને અમેરિકાનો સૌથી સુંદર અને ઉંચો વોટર ફોલ છે. અહીંના ગ્રેજ્યુએટ લોકોને પણ સરકાર બિઝનેસ શરૂ કરવા માટે રૂપિયા આપે છે પરંતુ બે વર્ષ પછી સરકાર દ્ધારા આપવામાં આવેલા રૂપિયાને હપ્તેથી ચુકવવા પણ પડે છે.

4. સ્પેન, પોનગા

આ નાનકડા અને સુંદર શહેરને જોવા માટે પર્યટક દૂર-દૂરથી આવે છે. અહીંની સરકારે આ ગામડા માટે એક ખાસ કાયદો બનાવ્યો છે, જેના કારણે આ ગામમાં રહેનારા દરેક કપલને સરકાર પૈસા આપે છે.

5.નેધરલેન્ડ, એમ્સટર્ડમ

નેધરલેન્ડના સૌથી સુંદર શહેર હ્યુમેનિટિઝ અને સોશ્યલ સાયન્સના અભ્યાસ માટે દેશ-વિદેશમાં જાણીતું છે. આ શહેરની સરકારના અનુસાર અહીં રહેનારા દરેક શખ્સને 67 હજાર રૂપિયા આપવામાં આવે છે.