મુંબઇ ગયા અને ત્યાંના પાઉં ભાજી ના ખાધા હોય તો યાત્રા અધૂરી ગણાય. આ સ્ટ્રીટ ફૂડ મુંબઇ વાસીઓ અને બીજા રાજ્યોમાંથી આવતા સહેલાણીઓ માટે ગિફ્ટ સમાન છે. કારણ કે ઓછા પૈસામાં સારૂ ખાવાનું મળી જાય છે. એટલા માટે અમે કેટલાક આવા જ મુંબઇના પાઉં ભાજી સ્ટ્રીટ ફૂડ્સનું લિસ્ટ લઇને આવ્યા છીએ જે તમારા મોંનો સ્વાદ પણ બનાવી દેશે અને તમારુ ખિસ્સુ પણ હળવુ નહીં થાય.
1. ધ સ્ક્વેર- જુહૂ
મુંબઇનો જુહૂ બીચ જેટલો ફેમસ છે, તેની આસપાસ મળતુ સ્ટ્રીટ ફૂડ્સ પણ એટલું જ જાણીતુ છે. સવારથી લઇને સાંજ સુધી તમને જુહૂ બીચના કિનારે ઘણાંબધા સ્ટ્રીટ ફૂડ્સ મળી જશે. પરંતુ ધ સ્ક્વેર સ્ટ્રીટ ફૂડના પાઉં ભાજી જેવો સ્વાદ તમને બીજે નહીં મળે. જ્યારે પણ એકલા, મિત્ર કે ફેમિલી સાથે જાઓ તો એકવાર જુહૂના ધ સ્ક્વેરના પાઉં ભાજીનો સ્વાદ જરુર ચાખો. The Square, Pav bhajiમાં પાઉં ભાજી ખાધા પછી તમને અફસોસ નહીં થાય કે મુંબઇ ગયા અને પાઉં ભાજી ન ખાધા.
2. અમર રસ કેન્દ્ર, વિલે પાર્લે
જ્યારે સાંજના સમયે કંઇક ચટપટુ ખાવાનું મન થાય તો તો પછી પાઉં ભાજી કેમ નહીં? જો તમે મુંબઇના વિલે પાર્લેની આસપાસ રહો છો અને કંઇક ચટપટુ ખાવાનું મન થાય તો અમર રસ કેન્દ્રના પાઉં ભાજી ટેસ્ટ કરજો. અહીંના પાઉં ભાજી એટલા લોકપ્રિય છે કે 50 કિલોમીટર દૂરથી લોકો તેને ખાવા આવે છે. અહીં પાઉં ભાજી ઉપરાંત હિટ અમર રસ પાઉં ભાજી થાળીનો ટેસ્ટ કરવાનું ન ભૂલતાં.
3. કંનન પાઉં ભાજી, (છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન) સીએસટી
રેલવેની આસપાસ કોઇ ફૂડ સ્ટોલ હોવો અને ટ્રેન મોડી આવવી એક ફૂડ લવર માટે કોઇ ચમત્કારથી ઓછુ નથી. કેનન પાઉં ભાજી દુકાન આનો જ આનંદ આપે છે. મુંબઇના છત્રપતિ શિવાજી ટર્મિનસ રેલવે સ્ટેશનના એક ખૂણામાં મોટાભાગે ભીડ જોવા મળી શકે છે. ભીડ કોઇ બીજી વસ્તુ માટે નહીં પરંતુ પાઉં ભાજી માટે હોય છે. પાઉં ભાજી ખાવા માટે મુંબઇના સ્થાનિક યાત્રી અને પર્યટકો માટે આ સ્થાન કોઇ ફાઇવ સ્ટાર હોટલથી કમ નથી.
4. સરદાર રિફ્રેશમેન્ટ્સ, ટાર્ડિયો
ખાવાની વાત હોય અને કોઇ સરદારના રેસ્ટોરન્ટ્સની વાત ના થાય એવું થઇ જ ના શકે. સરદાર રિફ્રેશમેન્ટ્સ હોટલ આ લિસ્ટમાં એક એવી હોટલ છે જ્યાં પાઉં ભાજી અનેક પ્રકારના મળે છે. આ હોટલને જોઇને એવું લાગે કે આ એક ગામડાની હોટલ જેવી લાગે પરંતુ તેના પાઉં ભાજીના સ્વાદની તુલના કોઇ મોટી હોટલ સાથે જરુર કરી શકો છો. અહીંની બટર પાઉં ભાજીનો સ્વાદ લેવાનું ભુલતા નહીં.
5. શ્રી સિદ્ધિવિનાયક ફાસ્ટ ફૂડ, જુહૂ બીચ
જ્યાં બે ચીજો મળે ત્યાં કોણ નથી જવા માંગતુ. એટલે કે ભગવાનના દર્શન પણ અને પેટ પુજા પણ. શ્રી સિદ્ધિવિનાયકના મંદિરની પાસે શ્રી સિદ્ધિવિનાયક ફાસ્ટ ફૂડના પાઉં ભાજી આ જ દર્શન અને પેટ પુજાનો અનુભવ આપે છે. શ્રી સિદ્ધિવિનાયકના દર્શન બાદ વધારે ભીડ અહીં જ જોવા મળે છે. 50થી 100 રુપિયાની વચ્ચે આનાથી વધુ સારા ભાજીપાઉં કોઇ મંદિરની આસપાસ કદાચ જ મળે.
6. ધ ગોઠ પાઉં ભાજી, મસાલા બાર, બાંદ્રા
સવારે કે રાતે જો તમને ખાવાનું નથી મળી રહ્યું તો ધ ગોઠ પાઉં ભાજી હોટલની પાઉં-ભાજીથી પેટ જરુર ભરી શકો છો. આ એક માસ્ટર શેફ દ્ધારા ખોલવામાં આવેલી દુકાન છે. અહીંના પાઉં-ભાજીને ખાવા માટે લોકો પોત પોતાની ગાડીઓમાં ભરીને આવે છે. તો જો તમે મુંબઇ માટે જઇ રહ્યા છો તો આ સ્ટ્રીટ દુકાનોના પાઉં ભાજીનો સ્વાદ એકવાર જરુર ચાખો.