પુણેના સ્પેશ્યલ ફૂડની ઉઠાવવી છે મજા તો આ જગ્યાઓ પર જરુર જાઓ

0
290
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

જ્યારે પણ તમે કોઇ શહેરમાં હોવ અને ત્યાંના લોકલ ફૂડનો ટેસ્ટ ન ઉઠાવો તો તમારી ટ્રિપ ખરેખર અધૂરી જ ગણાય છે. પુણેમાં પણ તમને એવી ઘણી સારી જગ્યાઓ મળી જશે જે સસ્તી કિંમતમાં ત્યાંનું લોકલ ફૂડ સર્વ કરે છે. અહીં તમને ઘણી જ ડિલિશિયસ અને સ્પાઇસી ફૂડનો સ્વાદ ચાખવા મળશે. જો તમે પણ અત્યારે પુણેમાં છો કે પછી પુણે જવાનું મન બનાવી રહ્યા છો તો આજે અમે તમને કેટલીક જગ્યાઓ વિશે બતાવીશું.

વોહમન કેફે

સંગમવાડીમાં રુબી હૉલની પાસે સ્થિત આ કેફેમાં તમને સુંદર નાશ્તો મળશે. આમ તો પુણેમાં એવી કઇ જગ્યાઓ છે જે ઇરાની નાશ્તો સર્વ કરે છે, પરંતુ VOHUMAN CAFEની વાત કંઇક અલગ છે. અહીંની ચીઝ આમલેટનો સ્વાદ કંઇક હટકે હોય છે. આ ઉપરાંત, મસ્કા બન, ઇરાની ચાનો આનંદ ઉઠાવી શકો છો.

બર્ગર બાર્ન કેફે

પુણેના કોરેગાંવ પાર્કમાં સનસ કોર્નરની શૉપ નંબર 5ને લોકો ધ બર્ગર બાર્ન કેફેના નામથી ઓળખે છે. આમ તો અહીં તમને ખાવા માટે ઘણું બધુ મળી જશે, પરંતુ આ કેફે ખાસ કરીને તેના ચિકન બર્ગર માટે જાણીતું છે. અહીં જો તમને ગળ્યું ખાવાનું મન થાય તો બેલ્જિયમ વેફલ્સ કે ઇન-હાઉસ બટરમિલ્ક પેનકેક્સનો સ્વાદ પણ ચાખી શકો છો. આ ઉપરાંત અહીંની ચૉકલેટ મિંટ ફ્લેવરના મિલ્કશેકનો ટેસ્ટ પણ અદ્ભુત છે.

બેડેકર મિસળ

પુણેમાં બેડેકર પોતાના મિસળ માટે સૌથી વધુ ફેમસ છે. બેડકર્સે તેમની શરુઆત એક નાનકડા ટી સ્ટોલથી કરી હતી, પરંતુ જ્યારથી તેમણે મિસળ સર્વ કરવાનું શરુ કર્યું આ આખા શહેરમાં ઘણી ફેમસ થઇ ગઇ. જ્યાં મોટાભાગની જગ્યાએ મિસળની સાથે પાવ સર્વ કરવામાં આવે છે, પરંતુ બેડકર્સમાં મિસળની સાથે બ્રેડ ખાવા મળશે. અહીંના મિસળ કંઇક હદ સુધી બ્રાહ્મણ સ્ટાઇલમાં છે. અહીં મિસળમાં સાધારણ સ્વીટ ફ્લેવર છે અને તેમાં મસાલા પણ તેજ નથી હોતા. એટલા માટે જો તમે પુણેમાં છો તો મિસળના અલગ ફ્લેવરને ચાખવા માટે બેડકર્સ મિસળ થઇને જાઓ.

અપ્પા ચી કેન્ટીન

ધોબીઘાટની સામે સલિલા બિલ્ડિંગમાં અપ્પા ચી કેન્ટીન 1942થી લોકોને સ્વાદિષ્ટ ખાવાનું સર્વ કરી રહી છે. લિમિટેડ મેનૂ સાથે આ ડેઇલી સ્પેશ્યલ પણ સર્વ કરે છે. આમ તો તમને અહીં જુદા જુદા પ્રકારની ખાવાની અનેક આઇટમ મળશે, પરંતુ અહીંની ખિચડી કડી ખાવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.

યેઝદાન કેફે

પુણેના શરબતવાલા ચોક પર સચ્ચપીર સ્ટ્રીટમાં યેઝદાન કેફે ઇરાની ફ્લેવર સર્વ કરે છે. અહીં જઇને તમે મસ્કા બન, ડબલ એગ આમલેટ, ચીઝ આમલેટ તેમજ સ્પેશ્યલ ચાનો આનંદ માણી શકો છો. 1964થી આ કેફે પુણેના સૌથી સારા કેફેમાંનો એક છે અને અહીં દરરોજ અનેક લોકો ઇરાની નાસ્તા કરવા માટે આવે છે.