આપણા દેશની સંસ્કૃતિ આખી દુનિયામાં અનોખી છે. કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી દેશમાં અલગ-અલગ કલ્ચર જોવા મળે છે અને અહીં મળનારા ભોજનમાં પણ ઘણી વિવિધતા હોય છે. રસપ્રદ વાત એ છે કે ખાણી-પીણીના કેસમાં આપણા દેશની કેટલીક આઇકોનિક જગ્યાઓ આઝાદીના સમયથી જ જાણીતી છે જ્યાં આજે પણ લોકોને પોતાના બાળપણના દિવસોનો એજ એક્સાઇટિંગ સ્વાદ ચાખવા મળે છે.
આજે પણ પુણેના આવા જ ફૂડ આઉટલેટ અંગે જણાવીશું જેનું નામ છે જ્યૉર્જ રેસ્ટોરન્ટ. જ્યારે અંગ્રેજ ભારતમાં હતા તો તેમને એવા જ રેસ્ટોરન્ટમાં જમવાની મંજૂરી મળતી હતી જેનું નામ ઇંગ્લિશ હોય. તે સમયે બ્રિટનના રાજા કિંગ જ્યૉર્જ હતા. અંગ્રેજ સૈનિકોને લલચાવવા માટે આ રેસ્ટોરન્ટનું નામ જ્યૉર્જ રેસ્ટોરન્ટ પડી ગયું.
આ રેસ્ટોરન્ટમાં મળે છે 200થી વધુ વેરાઇટીની ડિશિઝ
તે સમયે અહીં બ્રિટિશ સૈનિકોને ખાસ કરીને આવવાનું થતું હતું. પહેલાના સમયમાં પુણેમાં એટલી ભીડ ભાડ નહોતી થતી. પરંતુ પછીથી શહેર અનેક ફેરફારોમાંથી પસાર થયું અને પુણેની આ રેસ્ટોરન્ટમાં થાઇલેન્ડ અને ઇરાનથી આવેલા સ્ટુડન્ટ્સની સંખ્યા વધતી ગઇ. કિંગ જ્યૉર્જના સમયમાં અહીં 35-40 ડિશીઝ મળતી હતી અને અત્યારે તેની વેરાયટી વધીને 200 કરતાં પણ વધુ થઇ ચૂકી છે. આ રેસ્ટોરન્ટમાં ક્વોલિટી મેન્ટેન કરવા પર ખાસ ધ્યાન રાખવામાં આવે છે, સાથે જ અહીં હંમેશા કંઇક નવા પ્રયોગ કરવામાં આવે છે, જેમ કે અહીં ચાઇનીઝ ફૂડ ફેસ્ટિવલ અને બર્ગર ફેસ્ટિવલનું આયોજન થાય છે. સ્થાનિકો અહીંનું ફૂડ ખુબ એન્જોય કરે છે.