કેરળના એલેપ્પી જઇને એડવેન્ચર સ્પોર્ટ્સ ટ્રાય ન કર્યો તો ઘણું બધું મિસ કર્યું. અહીંના જંગલોમાં નેચર વોકિંગથી લઇને બોકવોટર્સમાં બોટિંગ, સર્ફિંગ અને કાયાકિંગ કરવાનું તમને ઝીંદગીભર યાદ રહેશે. કેટલાક એડવેન્ચર સ્પોર્ટસનું બુકિંગ તમે પહેલેથી જ કરાવી શકો છો, આમ તો અહીં આવીને બુક કરાવવામાં પણ કોઇપણ પ્રકારની મુશ્કેલી નહીં પડે.
જ્યાં એલેપ્પીની દરેક સાંજ સુંદર સૂર્યાસ્તની સાક્ષી બને છે, તો સવારથી લઇને સાંજ સુધી સર્ફિંગ જેવા એડવેન્ચર સ્પોર્ટ્સ માટે તેજ લહેરો પણ જોવા મળે છે. અહીંના સ્થાનિક લોકોમાં સર્ફિંગનો મોટો ક્રેઝ છે. જેથી અહીં પ્રોફેશનલ સર્ફર પણ હાજર હોય છે. જો તમે પણ સમુદ્રની લહેરો સાથે બે-બે હાથ કરવા માંગો છો તો થોટાપલ્લી બીચ તમારા માટે યોગ્ય સ્થાન છે. અહીં લહેરોની ઉંચાઇ 6-8 ફૂટ સુધી હોય છે. જો તમે પ્રકૃતિની વધુ નજીક જવા માંગો છો તો તેના માટે તમારે થોડાક વધુ ઉંડાઇમાં જવું પડશે. જેના માટે કયાકિંગ એક સારો ઓપ્શન છે.
અહીં પ્રોફેશનલ રીતે કયાકિંગ કરાવવામાં આવે છે. બેકવોટર્સમાં વસેલા ગામડાઓ, ખેતરો અને જીવનને નજીકથી જોવા માટે કયાકિંગ એક જબરજસ્ત એડવેન્ચર છે. જો કે આના માટે તમને સ્વિમિંગ આવડવું જરૂરી છે. પોતાની સાથે એક જોડી કપડા અને મોસ્કિટો રેપ્લેન્ટ લઇ જવાનું ન ભૂલો. લાઇફ જેકેટ કયાકિંગ કરાવનારા ઉપલબ્ધ કરાવે છે. તમે સમયના હિસાબે 4થી લઇને 8 કલાક સુધી પેકેજ લઇ શકો છો. આ લોકો રસ્તામાં રોકાઇને કોઇ ગામમાં લોકલ ફૂડ પણ ટેસ્ટ કરાવે છે.
આમ તો પ્રકૃતિની સાથે ઓતપ્રોત થઇ જવા માટે અહીં અનેક ઓપ્શન્સ મોજુદ છે જેવા કે સાઇકલ પર નેચર વોક. દૂર સુધી ફેલાયેલા ખેતરોમાં પગદંડીઓ પર સાઇકલ પર ફરવાનું અને સાથે-સાથે ચાલતા પાણીની નહેરો અને બેકવોટર્સમાં અહીંના લોકોની દરરોજના જીવનને જોવું પોતાનામાં એક યાદગાર અનુભવ છે.