અરૂણાચલ પ્રદેશ જઇને જુઓ દુનિયાનું સૌથી ઊંચુ કુદરતી શિવલિંગ, એક કઠિયારાએ કરી હતી તેની શોધ

0
313
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

કુદરતી સુંદરતા, સભ્યતા-સંસ્કૃતિ અને વિવિધતાનો એક બેજોડ નમૂનો છે અરૂણાચલ પ્રદેશ. આ ખુબીઓના કારણે આ શહેર UNESCOના હેરિટેજ લિસ્ટમાં સામેલ છે. જો કે, અહીં આવવા પર તમને શિમલા કે ઉટી જેવી રોનક જોવા નહીં મળે, પરંતુ ભીડથી દૂર માઇલો સુધી ફેલાયેલા ખેતરો, ચીડ-દેવદારના ઉંચા-ઉંચા ખેતરોની હારમાળા, બરફની સફેદ ચાદરથી ઢંકાયેલા પહાડોના શિખરો, ગાઢ જંગલ, સાંકડી જગ્યાઓમાંથી પાણીનું વહેણ, બૌદ્ધ ભિક્ષુઓના ભજનનો પાવન ધ્વનિ અને સ્થાનિક સરજ-સરળ લોકોનો સત્કાર મળે છે અહીં…જેની ઇચ્છા દરેક પ્રવાસી રાખતો હોય છે. આ ઉપરાંત, કંઇક બીજુ પણ છે જે આ જગ્યાને ખાસ બનાવે છે અને તે છે 26 ફૂટ ઉંચુ વિશાળ શિવલિંગ. જાણો આ અંગે….

સૌથી ઉંચુ પ્રાકૃતિક શિવલિંગ

એક કઠિયારાએ આ શિવલિંગની શોધ કરી હતી. આ 26 ફૂટ ઉંચા અને 22 ફૂટ પહોળા શિવલિંગનો લગભગ ચાર ફૂટ હિસ્સો ધરતીની નીચે છે. અહીં શિવલિંગથી નાનું પાવર્તી અને કાર્તિકેય મંદિર છે. તેની ડાબી બાજુ ભગવાન ગણેશ અને સામેના ખડક પર નંદીની આકૃતિ બનેલી છે. ખાસ વાત એ પણ છે કે શિવલિંગના નીચેના હિસ્સામાં પાણીનો પ્રવાહ અવિરત વહેતો રહે છે. શિવલિંગના ઉપરના ભાગમાં સ્ફટિકની માળા પણ સ્પષ્ટ જોઇ શકાય છે. આ બધા સંપૂર્ણ રીતે પ્રાકૃતિક રીતે મોજુદ છે અને તેમની સાથે કોઇ છેડછાડ કરવામાં નથી આવી.

સિદ્ધેશ્વરનનાથ મંદિર

સ્થાનિક મંદિર પ્રશાસને આ સ્થાનનું નામ ‘સિદ્ધેશ્વરનાથ મંદિર’ રાખ્યું છે. ઝીરો ખીણની કરડા પહાડી પર વિરાજે છે સિદ્ધેશ્વર નાથ મહાદેવ. હવે આ જગ્યાએ હજારો શ્રદ્ધાળુ પહોંચે છે. મહાશિવરાત્રીના પાવન પ્રસંગે તો સ્થાનિક લોકો જ નહીં, દુનિયાભરના શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચીને શિવ પરિવારને પોતાની શ્રદ્ધા અર્પિત કરે છે. જીરોના મુખ્ય બજાર હાપોલીથી સિદ્ધેશ્વર મહાદેવનું અંતર 6 કિલોમીટર છે જે પગપાળા પણ કાપી શકાય છે કે હાપોલી ટેક્સી સ્ટેન્ડથી ભાડેથી ટેક્સી પણ મળે છે.

કેવી રીતે પહોંચશો

અરૂણાચલ પ્રદેશના પાટનગર ઇટાનગર કે નહારલગૂન રેલવે સ્ટેશનથી જીરોનું અંતર અંદાજે 120 કિલોમીટર છે. આસામના લખીમપુર શહેરથી જીરોનું અંતર 100 કિલોમીટર છે. લખીમપુરથી જીરો માટે શેરિંગ સૂમો સેવા મળે છે. તમે ગુવાહાટી સુધી ટ્રેન કે ફ્લાઇટથી પણ જઇ શકો છો. આગળની યાત્રા માટે ખાનગી બસ અને ટેક્સી પ્રાપ્ય છે.