આગ્રામાં તાજમહેલ જુઓ, સાથે આ જગ્યાઓનું ફૂડ પણ ટ્રાય કરો

0
515
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

દરેક ગુજરાતીની ઇચ્છા જીવનમાં એક વાર તો આગ્રાના તાજમહેલની મુલાકાત લેવાની હોય જ છે. દુનિયાની સાત અજાયબીમાંની એક તાજમહાલ. આખી દુનિયામાંથી જે સ્થળ જોવા લોકો આવે છે તે આપણે જોવાનું રહી જાય તો કેમ ચાલે? આ ઉપરાંત મુઘલ કાળની ફતેહપુર સિક્રી સહિતની અનેક જોવાલાયક ઈમારતો પણ છે. હવે આગ્રા જાવ તો ત્યાં ક્યાં ખાવુ-પીવુ તેની ચિંતા કરવાની તમારે જરૂર નહિં પડે. આજે અમે તમને આગ્રાની એવી જગ્યાઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં એટલુ ટેસ્ટી ફૂડ મળે છે કે ત્યાંના સ્થાનિકો પણ જમવાનું પસંદ કરે છે.

એસ્ફહનઃ

આગ્રામાં આવેલી ઓબેરોય અમરવિલાસમાં એસ્પહન નામની રેસ્ટોરાં આવેલી છે. ત્યાંનું એમ્બિયન્સ જોઈને તમારુ દિલ ખુશ થઈ જશે. અહીં તમે આંગળા ચાટતા રહો એવી ટેસ્ટી અવધી વાનગીઓ મળે છે. આ રેસ્ટોરાં માત્ર ડિનર માટે જ ખુલ્લી રહે છે. તમને લાઈવ ઈન્ડિયન મ્યુઝિક સાથે મસ્ત સર્વિસ એન્જોય કરતા કરતા ટેસ્ટી ફૂડ ખાવા મળશે.

સિલ્ક રૂટઃ

બહારથી આ જગ્યા ઠીકઠાક લાગશે. પરંતુ અંદર જશો તો તેનું ફૂડ અને આમ્બિયન્સ બંને તમને ચોંકાવી દેશે. વ્હાઈટ માર્બલથી બનેલી આ હોટેલ ખૂબ જ સુંદર છે અને ફૂડ પણ ઘણું ટેસ્ટી છે. અહીં તમે કોઈપણ ઈન્ડિયન ફૂડ મંગાવશો તો અફસોસ નહિં થાય.

દાસપ્રકાશઃ

સાઉથ ઈન્ડિયન ખાવાનો મૂડ હોય તો આગ્રામાં આ બેસ્ટ જગ્યા છે. અહીં સ્થાનિકોની પણ ઘણી ભીડ રહે છે. તમને અહીં ફ્રેશ અને ગરમાગરમ ફૂડ ખાવા મળશે. ઢોસા ઈડલીથી માંડીને સાઉથ ઈન્ડિયન થાળી સુધી ગમે તે મંગાવશો, જલસો પડી જશે. અહીંનો મૈસૂર મસાલા ઢોંસા અને થાળી ખાસ વખણાય છે.

પિંચ ઓફ સ્પાઈસઃ

પંજાબી ફૂડના શોખીનો માટે આ જગ્યા સ્વર્ગ સમાન છે. અહીં સુપર ટેસ્ટી પંજાબી ફૂડ મળે છે. તેમાં ચાઈનીઝ સેક્શન પણ છે પણ અહીં પંજાબી ફૂડ ખાવાની વધુ મજા આવશે. સબ્જી, કબાબ, કશું પણ ઓર્ડર કરો, પેટ અને મન બંનેને સંતોષ થશે.

આશિયાનાઃ

આ એક એવી જગ્યા છે જે ચોવીસ કલાક ખુલ્લી રહે છે. આગ્રાની ધ ગેટવે હોટેલમાં આવેલા આ સ્થળે લોકલ અને ઈન્ટરનેશનલ વાનગીઓ મળે છે. અહીં બફે ઓર્ડર કરશો તો જાતજાતની ઈન્ડિયન વાનગીઓ માણવા મળશે. આ સાથે અહીં એશિયન વાનગીઓ અને ડિલિશિયસ સલાડ મળે છે.

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.