શાનદાર પહાડો, ચારે તરફ ફેલાયેલી હરિયાળી અને તેમાં ટહેલતા જીવ-જંતુ, કંઇક આવો નજારો હોય છે નંદા દેવી નેશનલ પાર્કનો. બ્રહ્મ કમળ અને ભરલ (પહાડી બકરી) અહીંની શોભા વધારતાં મળી જશે. સમુદ્રની સપાટીએથી 3500 મીટરની ઊંચાઇ પર સ્થિત નંદા દેવી નેશનલ પાર્ક, ઉત્તરાખંડમાં આવેલું છે. લગભગ 630.33 ચોરસ મીટરમાં ફેલાયેલો આ ઉત્તર ભારતનો સૌથી મોટો નેશનલ પાર્ક છે.
યૂનેસ્કોનાં લિસ્ટમાં સામેલ છે આ પાર્ક
વર્ષ 1939માં નંદા દેવી સેંક્ચ્યુઅરીનો દરજ્જો મળ્યો હતો. 630 ચોરસ કિમીમાં ફેલાયેલો આ પાર્ક 1982માં નંદા દેવી નેશનલ પાર્ક બન્યો અને વર્ષ 1988માં યૂનેસ્કોએ આને પોતાના વર્લ્ડ હેરિટેજ સાઇટની લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો.
નંદા દેવી નેશનલ પાર્કની ખાસિયત
જીવ-જંતુ
કસ્તૂરી મૃગ, મેનલેન્ડ સીરો, લાલ લોમડી અને હિમાલયન તાહર જોઇ શકાય છે. આ ઉપરાંત, સ્નો લેપર્ડ, લંગૂરની સાથે જ બ્લેક અને બ્રાઉન બિયર પાર્કને તમે સરળતાથી પોતાના કેમેરામાં કેદ કરી શકો છો. 1993માં અહીં 114 પ્રકારના પક્ષીઓની ઓળખ કરવામાં આવી હતી. 40 પ્રકારનાં પતંગિયા અને એટલા જ પ્રકારના કરોળિયા અહીં જોવા મળે છે.
ફુલ-છોડ
નંદા દેવી નેશનલ પાર્ક અનેક વનસ્પતિઓનું ઘર પણ છે. અહીં ફૂલોની 312 પ્રજાતિઓ મોજુદ છે જ્યારે 17 પ્રકારની લુપ્ત જાતિઓ જેમાં બર્ચ, રોડોડેડ્રોન અને જ્યુપિટર ખાસ છે. આમ તો ભારતના તીર્થ સ્થળોમાંનું પણ એક ખાસ છે.
નેશનલ પાર્કની આસપાસ શિખરો
નંદા દેવી નેશનલ પાર્કની આસપાસ પણ અનેક પર્વતોને જોઇ શકાય છે જેમાં દુનાગિરી (7066 મીટર), ચાંગબંદ (6864 મીટર), કાલંકા (6931મીટર), ઋષિ પહાડ (6992 મીટર), મેંગરાવ (6765 મીટર), નંદા ખાટ (6631 મીટર), મેકતોલી (6803 મીટર), મૃગથુની (6655 મીટર), ત્રિશૂલ (7120 મીટર), બેથારતોલી હિમલ (6352 મીટર) અને પૂર્વી નંદાદેવી (7434 મીટર) સામેલ છે.
નંદા દેવી નેશનલ પાર્ક માટે જરૂરી ટ્રાવેલ ટિપ્સ
1. અહીં આવનારા પ્રવાસીઓને ગ્રુપમાં જવાની જ મંજૂરી છે. જેમાં 5-6 લોકો હોય છે. ગ્રુપની સાથે ગાઇડ જરૂર રહે છે.
2. 14 વર્ષથી ઉપરની ઉંમરના લોકો જ અહીં જઇ શકે છે.
3. જંગલમાં કોઇ પણ પ્રકારના નિયમો-કાયદાઓનું ઉલ્લંઘન માન્ય નથી
4. ફરવા જઇ રહ્યા છો તો દરેક પ્રકારના ફિટ હોવું જરૂરી છે કારણ કે અહીં રસ્તો લાંબો અને વાંકા-ચૂંકા છે સાથે જ મોસમ પણ દરેક વખતે બદલાતું રહે છે.
ક્યારે જવું જોઇએ
નંદા દેવી નેશનલ પાર્ક, 1 મેથી 31 ઓક્ટોબર, એટલે કે વર્ષના 6 મહિના ખુલ્લો રહે છે. 15 જૂનથી 15 સપ્ટેમ્બર વચ્ચે ફરવા જવાનો યોગ્ય સમય છે.
કેવી રીતે પહોંચશો
હવાઇ માર્ગ- દેહરાદૂનનું જોલી ગ્રાન્ટ એરપોર્ટ અહીંનું સૌથી નજીકનું એરપોર્ટ છે
રેલવે માર્ગ- ટ્રેનથી આવી રહ્યા છો તો ઋષિકેશ સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે.
બાય રોડ- જોશીમઠથી બસો મળે છે જેનાથી તમે નંદા દેવી નેશનલ પાર્ક સુધી પહોંચી શકો છો. આ ઉપરાંત, ઋષિકેશ અને ઉત્તરાખંડની બાકીની જગ્યાઓથી પણ અહીં સુધી આવવા માટે બસોની સુવિધા મોજુદ છે.