જો હિમાચલ જાઓ તો આ 3 જગ્યા પર જરૂર ફરીને આવો, જાણો તેની વિશેષતા

0
373
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

હિમાચલ પ્રદેશ દેવોની નગરીના નામે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. પહાડોના આ પ્રદેશમાં ચાર ધામ છે, જેનું નામ ક્રમશઃ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી છે. તેને ચારધામ નામે ઓળખવામાં આવે છે. આ સાથે જ અહીંની ખીણો અને બગીચાની ક્યારીઓ જોવા લાયક છે. જ્યારે આ પ્રદેશમાં એવી કેટલીક જગ્યાઓ પણ છે પોતાનાં રહસ્યો માટે જાણીતી છે. જો તમને નથી ખબર તો આવો જાણીએ-

વિજળી મહાદેવ મંદિર, કુલુ

આ મંદિર કુલુમાં સ્થિત છે. આ મંદિરમાં શિવલિંગ સ્થાપિત છે. આ અંગે સ્થાનીક લોકોનું કહેવું છે કે વરસાદની ઋતુમાં આ શિવલિંગ આકાશીય વિજળી પડવાથી અનેક વાર ખંડિત થઇ ચુક્યું છે. જો કે, મંદિરના પૂજારી તેને સતૂ અને માખણની મદદથી જોડી દે છે. આ મંદિર કુલુથી 13 કિલોમીટર દૂર છે.

રક્ષમ ગામ, કિન્નોર

કિન્નોર જિલ્લામાં વસેલા આ ગામમાં માત્ર 800 લોકો રહે છે. આ બધી લોકો વણઝારા છે. આ ગામમાં બે મંદિર છે. એક કાળી માતાનું મંદિર છે. જ્યારે બીજું ભગવાન શિવનું મંદિર છે. આ ગામમાં મહિલાઓ જીવીકોપાર્જન માટે ખેતરમાં કામ કરે છે. જ્યારે પુરૂષો ગાયો અને ઘેટાનો ઉછેર કરે છે. જો તમે કંઇક નવો અનુભવ કરવા માંગો છો તો આ જગ્યાની યાત્રા એકવાર જરુર કરો.

ચાંશલ પાસ, શિમલા

કેટલાક વર્ષો પહેલા ચાંશલ અંગે લોકોને કોઇ જાણકારી નહોતી. જો કે હવે યાત્રાળુઓની સંખ્યા વધી છે. લોકો ચાંશલ ફરવા માટે જાય છે. હાલ આ જગ્યાએ એક ગેસ્ટ હાઉસ છે. એટલા માટે રાતે તમે ચાંશલમાં રોકાઇ નથી શકતા. આના માટે તમારે અગાઉથી બુકિંગ કરાવવું પડશે. આ પાસની નજીક ડોડરા અને કાર ગામ છે. આ આદિવાસીઓનું ગામ છે. આ જગ્યાએ તમે રાતે વિશ્રામ કરી શકો છો.