કોલકાતાની ગલીઓમાં ચાખો ચટાકેદાર સ્ટ્રીટ ફૂડનો સ્વાદ

0
312
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

કોલકાતામાં ઉપલબ્ધ સ્ટ્રીટ ફૂડની કેટેગરી ચોંકાવનારી છે. સૌથી મોટી વાત એ છે કે તે તમને તમારી બાજુ ખેંચે છે અને આ વધારે મોંઘા પણ નથી. આનાથી એ સ્પષ્ટ થાય છે કે એવી જગ્યા જ્યાં આવુ ખાવાનું મળે છે લોકોની ભીડ વધારે થાય છે. અહીં એવા વિસ્તારનું લિસ્ટ આપવામાં આવી રહ્યું છે જ્યાં તમે જઇને પોતાની પસંદગીનું સ્ટ્રીટ ફૂડની મજા લઇ શકો છો.

કમાક સ્ટ્રીટ

કોલકાતાની પાર્ક સ્ટ્રીટ અને એજેસી બોસ રોડની વચ્ચે વસી છે કમાક સ્ટ્રીટ, જ્યાં ખાવાનું ખાવાના શોખીન દરેક વ્યક્તિ માટે એક આનંદદાયક અનુભવ હશે. આ સ્ટ્રીટ અનેક પ્રકારની ચાટ જેવી કે પાપડી ચાટ, બટાટા પૂરી અને ફુચકા માટે જાણીતી છે. આ સ્નેક્સ મોટાભાગના રસ્તા પર સ્ટોલ પર વેચાય છે. અહીંની બીજી ખાસ ચીજ છે મગના દાળવડા જે મરચું, લસણ અને ફુદીનાની ચટણીની સાથે પીરસવામાં આવે છે. જો તમે એકવાર કમાક સ્ટ્રીટના ખાવાને ચાખી લીધું તો તમને વારંવાર અહીં આવવાનું મન થશે.

બીબીડી બાગ

બીબીડી બાગ પૂર્વી કોલકાતામાં વસ્યું છે જ્યાં અનેક દુકાનદાર સ્ટૉલ લગાવીને લોકોને અનેક પ્રકારના વ્યંજન વેચે છે. આ જગ્યાની એક પ્રભાવશાળી વાત એ છે કે અહીંયા વ્યંજન લોકોના આંખોની સામે જ બનાવાય છે જેથી તે તેની ગુણવતાને લઇને આસ્વસ્ત રહે. અહીં પર લોકોને સ્વચ્છ ખાવાનું ઉપલબ્ધ કરાવવાની પણ પૂરી કોશિશ કરવામાં આવે છે. અહીં પર મળનારા વ્યંજન છે, ચાટ, તળેલા વ્યંજન, ચાઉમીન અને બીજી પણ અનેક ડિશિઝ

લોર્ડ સિંહા રોડ

કોલકાતાની એસી માર્કેટ બહાર વસેલા લૉર્ડ સિંહા રોડ પર પણ શોપિંગ બાદ જઇને તમે તમારી ભૂખ મિટાવી શકો છો. અહીંના પાઉં ભાજી અને ચાટ જેવી ઝાલ મુરી, ભેલ પુરી, પાપડી ચાટ અને ફુચકા મશહૂર છે. આ સાથે જ અહીં પર ચણા ચાટ પણ વેચાય છે જેમાં લીંબુ અને મરચુ લગાવીને તીખું બનાવવામાં આવે છે. ત્યાર બાદ પર્યટક અહીં વેચાતા મસાલા સૉફ્ટ ડ્રિંક અને કુલ્ફીની મજા લઇ શકાય છે.

રસલ સ્ટ્રીટ

પાર્ક સ્ટ્રીટની પાસે જ રસલ સ્ટ્રીટ છે મજેદાર સ્ટ્રીટ ફૂડ માટે ઘણી જાણીતી છે. પોતાના ફૂચકા અને ચાટ સ્ટાલ માટે જાણીતી રસલ સ્ટ્રીટમાં અનેક પ્રકારના રોલ જેવા કે વેજિટેબલ રોલ, એગ રોલ અને ચૉપ પણ મળે છે જે લોક પસંદ કરે છે.

કોલકાતાના પ્રમુખ સ્ટ્રીટ ફૂડ

પર્યટક અહીં પર ઘુંગી પણ ખાઇ શકાય છે જે અહીંનું સ્થાનિક વ્યંજન છે અને આ મસાલા, આદુ, લીંબુ અને મરચાની સાથે પીરસવામાં આવે છે. ઉપર જણાવેલા લોકેશન ઉપરાંત આપને કોલકાતામાં એસ્પલેનેડ, ચોરંગી અને ઉલ્ટાડંગામાં પણ સ્ટ્રીટ ફૂડ ખાવાનું મળી જશે. તો રાહ શેની જુઓ છો, જાઓ અને આ સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડને એન્જોય કરો.