કોલકાતામાં જો તમે આ ચીજો નથી ખાધી તો સમજો કંઇ નથી કર્યું

0
291
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ભારતની સાંસ્કૃતિક રાજધાની ગણાતા કોલકાતામાં ટ્રામ, દુર્ગા પૂજા અને ઐતિહાસિક બિલ્ડિંગ્ઝ ઉપરાંત પણ ઘણું બધુ છે. જીભને નવો સ્વાદ આપવા માટે શહેરમાં આવનારા શોખીનો લોકો અને પર્યટકોને કોલકાતા ક્યારેય નિરાશ નથી કરતું. પુચકાથી લઇને જાલ મૂરી, કાઠી રોલથી ડેવિલ એગ, જલેબીથી લઇને કુલ્ફી સુધી તમને બધુ જ ફૂટપાથ પર મળી જશે. ખાવાની આ બધી ચીજો ઘણી સ્વાદિષ્ટ અને ઓછી કિંમતમાં મળે છે. અમે આપને કોલકાતાના આવા જ સ્ટ્રીટ ફૂડ અને તે ક્યાં મળશે તેની જાણકારી આપી રહ્યા છીએ.

લૂચી આલૂ દોમ

લૂચી પૂરી જેવી હોય છે જ્યારે આલૂ દોમ એ દમ આલૂનું બંગાળી સંસ્કરણ છે. સ્થાનિક લોકો અને પર્યટકોમાં ઘણાં લોકપ્રિય આ વ્યંજનમાં પોતાની અંદર બંગાળનો સ્વાદ સમાયેલો છે. પ્રમાણિત લૂચીનો સ્વાદ ચાખવા માટે સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રીક્ટ ‘ફેયરલાઇ પેલેસ’ જાઓ. અહીં શહેરની સૌથી સારી લૂચી મળે છે. આ ઉપરાંત સ્વાદિષ્ટ લૂચી ખાવા માટે તમે ગોલપાર્ક કોશે કોશા પણ જઇ શકો છો. તો બાલીગંજમાં લૂચીની અનેક ઇનફોર્મલ જગ્યાઓ પણ છે જ્યાં સ્વાદિષ્ટ લૂચી મળે છે.

દૂધ કોલા

ભારતની સાસ્કૃતિક રાજધાની પોતાની વિવિધતાથી આપને આશ્ચર્યમાં મૂકી દેશે. સામાન્ય કોલા અને દોઇ ઉપરાંત અહીં એક બીજુ ડ્રિંક પર્યટકોમાં લોકપ્રિય છે અને તે છે દૂધ કોલા. આ કંઇ ખાસ નહીં પરંતુ દૂધમાં કોલાને મિલાવીને બનાવવામાં આવે છે. આ રીતે દૂધ કોલા તમને એસપી મુખર્જી રોડ પર બલવંત સિંહની દુકાન પર મળી શકે છે. તેના અનોખા સ્વાદ માટે જરુર જજો.

અસલી ફળની કુલ્ફી

જો કે કુલ્ફી તમને દરેક જગ્યાએ મળી જશે જેને બાળકો અને મોટા બન્ને સમાન રીતે પસંદ કરે છે પરંતુ કોલકાતાની કુલ્ફીઓમાં કઇંક અલગ જ મજા છે. આ ડબ્બાબંધ નહીં પરંતુ અસલી ફળોથી બનાવવામાં આવે છે. કેમેક સ્ટ્રીટ પર વર્ધાન માર્કેટની સામે ઓરેન્જ કુલ્ફીનો સ્વાદ જરુર ચાખો. આ કુલ્ફીને અસલી સંતરાની અંદર સમાવે છે. આને ચાર ભાગમાં કાપીને ગ્રાહકોને ખાવા માટે આપવામાં આવે છે. જેનાથી કુલ્ફીમાં ફળનો અસલી સ્વાદ આવી જાય છે.

ઘોટી ગોરોમ કે બદામ માખા

કોલકાતાની સાંકળી ગલીઓમાં ફરતા સમયે ઘોટી ગોરોમ કે બદામ માખા એક આદર્શ ચીજ છે. સ્થાનિક લોકોની સાથે પ્રવાસીઓમાં તે ઘણી જ લોકપ્રિય છે. પેટ માટે સારી અને અત્યંત લલચાવનારી આ વસ્તુને કોલકાતાની શૈલીમાં બનેલી મગફળી ચાટ કે બદામ માખા મૂળરુપથી ચણાચોરથી બનાવવામાં આવે છે. તેમાં કાપેલી ડુંગળી, લીલા મર્ચા, મટર, મગફળી અને મસાલો હોય છે. બાળકોને આ હલકુ ખાવાનું સારુ લાગે છે. તેમાં કાપેલી ડ઼ુંગળી, લીલા મર્ચા, મટર મગફળી અને મસાલા હોય છે. આ ઉત્કૃષ્ટ સ્ટ્રીટ ફૂડ કોલકાતાની લગભગ દરેક ગલીના કિનારે મળે છે. જ્યારે કોલકાતા જાઓ તો આનો ટેસ્ટ કરવાનું ભૂલતા નહીં.

આલૂ કાબલી

આલૂ કાબલી અહીંનું પ્રસિદ્ધ રોડ કિનારે મળતુ સ્ટ્રીટ ફૂડ છે જેને કૉલેજ અને ઓફિસ જનારા ઘણી હોંશથી ખાય છે. આ ઉપરાંત પર્યટકોને પણ આ ઘણું જ પસંદ આવે છે. કોલકાતામાં ફેરિયાઓ બટાકાની બનેલી આ વાનગી વેચતા નજરે પડશે. આને તૈયાર કરવા માટે ગરમ બટાકાના ટુકડા પર બાફેલી મટર, કાપેલી ડુંગળી, ધાણા, ટામેટા, આંબલીની ચટણી, કાપેલા લીલા મરચા નાંખવામાં આવે છે. આ ગરમ અને મસાલેદાર સ્નેક્સ અહીં ઘણું જ પસંદ કરવામાં આવે છે.

ફિશ કટલેટ અને એગ ડેવિલ

મટન, ચિકન કે માછલીના કિમાથી બનેલી કટલેટની દુકાનો કોલકાતાની મોટાભાગની ગલીઓમાં તમને મળી જશે. એગ ડેવિલ આ શહેરનું ખાસ વ્યંજન છે. ડીમર ડેવિલ, ડેવલ એગનું સ્થાનિક સંસ્કરણ છે. જેમાં ઇંડાની જર્દીની જગ્યાએ ચિકન, મટન, માછલી કે બટાકાનો કિમો નાંખવામાં આવે છે. આને કસોંદીની સાથે પીરસવામાં આવે છે. જે બંગાળની ખાસ સરસોની ચટની છે. આને સરસવમાં ક્યારેક વધારે સ્વાદ આપવા માટે કાચી કેરીનો જ્યૂસ પણ ઉમેરવામાં આવે છે. આને ચાખવાની સૌથી સારી જગ્યા ડેકર્સ લેન, સૂર્યા સેન સ્ટ્રીટ પર કાલિકા, કૉલેજ સ્કેવર, કાલીઘાટ પર અપંજન અને સોવા બજાર ક્રોસિંગ પર મિત્રા કેફે છે.

રાધા બલ્લવી અને મસાલા કચોરી

લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ જેમાં મસૂર ભરેલી પૂરીને ડીપ ફ્રાય કરવામાં આવે છે તેને રાધા બલ્લવી કહેવાય છે. સામાન્ય રીતે ઘુઘની, છોલા દાળ, દમ આલૂ કે આલૂ તરકારીની સાથે ખાવામાં આવે છે. કચોરી કે રાધાબોલોબીના ગંગૂરામના આઉટલેટ આખા કોલકાતામાં સ્થિત છે. આપને આ પકવાન બિજોલી ગ્રિલ, રાજા બસ્તાના રોય રોડ, સૉલ્ટ લેક સિટીમાં આભૂજ હૉટ એન્ડ ક્રેશ પર મળી જશે. ઉત્તરી કોલકાતાથી ટૉલીગંજ આવતા જો તમે રાધા બલ્લવીનો સ્વાદ ચાખવા માંગો છો તો આ ચેતલા અને ન્યૂ એલીપોર આટલેટ પર ગુપ્તા બ્રધર્સના ત્યા મળશે.