વારાણસી જાઓ તો આ ચીજો ખાવાનું ભૂલતા નહીં, ચટાકો પડી જશે

0
413
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

આમ તો બનારસની વાત થાય તો અહીંના જાણીતા ઘાટ અને મંદિરના દ્રશ્ય પૂરી દુનિયાની સામે આવી જાય છે. પરંતુ શું આપને ખબર છે કે બનારસની આઇટમ્સ કેટલી જાણીતી છે. અહીંની ફૂડ આઇટમ્સની પણ ડિમાંડ ઓછી નથી. કાશી આવ્યા બાદ જો તમે આ ચીજોને ન ચાખી તો સમજો બનારસ ફર્યા જ નથી. એકવાર આ સ્વાદિષ્ટ પકવાનોને ખાધા બાદ તમે પણ તેના દિવાના થઇ જશો. કેટલીક આવી જ ફેમસ ફુડ આઇટમ્સ અંગે અમે આપને આજે જણાવી રહ્યા છીએ.

બનારસી પાન

બનારસનું નામ જીભ પર આવતા જ સૌથી પહેલા ‘બનારસી પાન’ની તસવીર સામે આવી જાય છે. ખઇ કે પાન બનારસ વાલા, ખુલ જાય બંધ અકલ કા તાલા, આ ગીતના બોલ બનારસના પાનની ખાસિયત બતાવવા માટે પૂરતા છે. વિદેશી ટૂરિસ્ટ પણ એક વાર આનો સ્વાદ જરુર ચાખે છે. ‘ગુલકંદવાળુ પાન’ દરેકની પહેલી પસંદ છે.

બનારસની ખાસ લસ્સી

બનારસી લસ્સી પણ અહીંની ઓળખ છે. ઇન્ડિયા ફરવા આવેલા વિદેશી આનો સ્વાદ જરુર ચાખે છે. ચોક વિસ્તારની કચોરી ગલીમાં ‘બ્લૂ લસ્સી’ના નામથી એક દુકાન છે. અહીં તમને સફરજન, કેળા, દાડમ, કેરી અને રબડી સહિત દરેક ફ્લેવરની લસ્સી મળી જશે.

બનારસની સવાર અને પૂરી-શાક, જલેબી

કોળાનું શાક અને પુરી સાથે ગરમાગરમ જલેબી બનારસની ઓળખ છે. લંકા પર સ્થિત ‘ચાચીની દુકાન’ પૂરી-શાક માટે જાણીતી છે. તેનો સ્વાદ ચાખવા માટે લોકો સવારથી જ દુકાન પર જમા થઇ જાય છે. તો ચોકની કચોરી ગલી તો આના માટે જ ફેમસ છે. જો તમે કાશી જાઓ તો તેનો સ્વાદ એકવાર જરુર ચાખો.

બનારસી ટામેટા ચાટ

કાશીમાં ચા અને ટામેટા ચાટનો સ્વાદ જો નથી ચાખ્યો તો તેનો અર્થ એ કે તમે બનારસીપણાના એક હિસ્સાને નથી ઓળખી શક્યા. જી હાં, ટામેટા ચાટ બનારસનું જાણીતુ સ્ટ્રીટ ફૂડ છે. આને બનારસી ચાટ પણ કહેવાય છે. તેનો સ્વાદ ઘણો જ અલગ અને સ્વાદિષ્ટ હોય છે.

માટીની કુલડીમાં ચા

બનારસમાં કુલડીમાં ચા પીવાની મજા જ કંઇક અલગ છે. અહીંની માટીની ભીની સુગંધવાળી કુલડીની ચા માટે લોકો દૂર દૂરથી આવે છે. આમ તો ચા પીવા માટે દુકાનો પર હંમેશા ભીડ રહેતી હોય છે, પરંતુ શિયાળામાં લોકો ત્યાં જ ડેરાતંબૂ તાણીને બેસી જાય છે.

રબડીવાળુ દૂધ

આમ તો તમે ઘરમાં જ દૂધ ગરમ કરીને પી લેતા હશો, પરંતુ બનારસમાં મોટી હાંડીમાં કલાકો સુધી દૂધ ઉકાળવામાં આવે છે. આ દૂધનો સ્વાદ વધી જાય છે. ત્યાર બાદ દૂધમાં રબડી પણ મિક્સ કરવામાં આવે છે, જે તેના ટેસ્ટને વધારી દે છે.

બનારસી ચાટ

બનારસ તેના ચાટ માટે જાણીતું છે. દેશ-વિદેશથી લોકો આલૂ-ટિક્કીનો સ્વાદ ચાખવા માટે કાશી આવે છે. અલગ-અલગ મસાલામાં બનેલી આલૂ-ટિક્કીનો અલગ જ સ્વાદ હોય છે. તમે પણ જ્યારે કાશી જાઓ તો આ ડીશ જરુર ખાજો

સેવપુરી

બટાકા, ટામેટા, ડુંગળી, અલગ અલગ મસાલા અને સેવથી બનેલી સેવપુરી પોતાના સ્વાદ માટે જાણીતી છે. તમે બનારસ જવાનો પ્લાન બનાવો તો આને પણ એકવાર જરુર ચાખી લેજો.

બનારસી મિઠાઇ

બનારસી ખાન-પાનમાં મિઠાઇ પણ ખાસ સ્થાન રાખે છે. અહીંના રસગુલ્લા, ગુલાબજાંબુ, મલાઇ ગિલોરી, બેસનના લાડુ, ખીર કદમ અને આવી તો અનેક મીઠાઇઓ છે, જેનો સ્વાદ તમારે એકવાર જરુર ચાખવો જોઇએ.